શ્રી સાત સમાજ કડવા પાટીદાર સમાજ - પરા મહેસાણા શાખે ભીલા પાટીદાર
કડવા પાટીદારો (કુર્મીઓ, કણબીઓ) ના ઇતિહાસ વિશે ઘણી સિદ્ધાંતો અને દંતકથાઓ છે. આપણા પૂર્વજો મધ્ય એશિયાથી સિંધુ ખીણમાં, ગંગાના મેદાનોમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં સ્થળાંતર કર્યું હતું. કડવા પાટીદાર સમાજ ખેતી ઉપર નભતો અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખે છે. દુનિયાના રખેવાળ તરીકે ઓળખાતો સમાજ એટલે પાટીદાર સમાજ. જ્યારે પાટીદારોએ જમીનની માલિકી શરૂ કરી, ત્યારે તેઓએ "પટેલ" નામ અપનાવ્યું, જે "પાટીદાર" શબ્દનું ટૂંકું સ્વરૂપ છે. અન્ય લોકો પાટીદારોને પટેલ જાતિ તરીકે ઓળખવા લાગ્યા. (કડવા પટેલો તરીકે કડવા પાટીદારો). જો કે, પાટીદાર શબ્દ હજુ પણ કુર્મી/કણબીઓ માટે ખૂબ જ લોકપ્રિય અને વારંવાર વપરાતો શબ્દ છે. કણ માંથી મણ પેદા કરતો અને તનતોડ મહેનત અને સંઘર્ષમાં વિશ્વાસ રાખતો સમાજ એટલે પટેલ સમાજ.
ભીલા પાટીદાર શબ્દ તરીકે ની ઓળખ
ઘણા દસકો પહેલા ગંભીર બીમારી (રોગ) અથવા ખેતી લાયક પાણીની તંગીને લીધે પરિવારના પાલન પોષણ હેતુ મહેસાણા પરાથી થોડા સમય અંતર માટે ભિલોડા ગામ માં વસવાટ કર્યો. બીમારી ની પરિસ્થિતિ અને ખેતી લાયક પાણી ની સમસ્યાનું નિવારણ મળી આવ્યા પછી પાટીદાર સમાજ પાછો પોતાના મૂળ વતને (પરા મહેસાણા) સ્થાયી થયો. થોડા પરિવાર સોભાસણ, ખેરવા, કંકોસણમાં પણ સ્થાયી થયા હતા. ભિલોડા થી પાછા પરત આવેલા હોવાથી શાખે ભીલા પાટીદાર તરીકેની ઓળખ પ્રાપ્ત થયેલી છે એવું વડવાઓની દ્રઠ આસ્થા છે.
૬૦ તથા ૪૦ ઘર ની માહિતી
મુખ્ય બે વડવાના પરિવાર પરત મૂળ માદર વતન આવ્યા બાદ પરિવારનું વટવૃક્ષ અને પરિવારનાં સભ્યોની સંખ્યાને આધારે સામાજિક પ્રસંગો અને રીત રીવાજોમાં સાનુકુળતા માટે વિપુલ જનસંખ્યાને મુખ્ય બે-કુટુંબને ગોળમાં (૬૦ ઘરનું કુટુંબ અને ૪૦ ઘરનું કુટુંબ) વર્ગીકૃત કરવામાં આવ્યું. જે આજે ૬૦ ઘર અને ૪૦ ઘર તરીકે ઓળખાય છે. હાલમાં મહેસાણા પરા સાત સમાજના સભ્યો વિદેશમાં પણ સ્થાયી થયેલા છે. મહેસાણા પરા સાત સમાજ દ્વારા નીચે મુજબની સંસ્થાઓ સમાજના ઉત્કૃષ્ઠ વિકાસ , શૈક્ષણિક વિકાસ અને પાયાની જરૂરિયાત માટે કાર્યરત છે.
૧. સાત સમાજ કડવા પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ
૨. શ્રી પરા સાત સમાજ નાગરિક સંગઠન મંડળ
૩. શ્રી મહેસાણા પરા સાત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ.